List of members with family details village vise.
All Pictures of 72 samaj's event.
App contains all village history with village photo and history.
User can upload matrimony profile with photo and details.
User can add own business advertisemnet with details.
User can upload memorial profile of parents and relatives.
User can daily recieve helpful news, carrer realted posts, events posts.
User can recieve blood notification which helps to others.
"સમાજ સેતુ" થી સમાજ વિકાસ ની ભવ્ય વિશ્વસનીય પરંપરા
એક દસકા અગાઉ વર્ષ 2008 માં જાકાશણા ખાતે યોજાયેલ આપણાં 72 સમાજ ની જનરલ મિટિંગમાં પેન્ફ્લેટ વિતરણ અને ત્યાં આપેલ જાહેર વક્તવ્ય થી SMS GupShup દ્વારા મળતી ફ્રી SMS
ની સેવાથી આપણાં 72 સમાજ માં એ સમયે સમાજ વિકાસ, નોકરી - બીઝનેસ, રોજ એક લગ્ન સંબંધ નો બાયોડેટા, બેશણા ની માહિતી અને બીજા અનેક ઉપયોગી સાદા મેસેજ થી શરુ થયેલી માહિતી ના માધ્યમ થી સમાજ વિકાસ ની ભવ્ય પરંપરા...
પછી આપ સૌ ના સહકાર થી 20,ફેબ્રુઆરી 2018 માં શરુ થયેલ "સમાજ સેતુ" ના વોટસએપ ગ્રુપ દ્વારા સમાજ વિકાસ ની ડિજિટલ યાત્રા હવે...
"સમાજ સેતુ" મોબાઈલ એપ્લિકેશન સુધી પહોંચી છે.
SMS GupShup અને "સમાજ સેતુ" વોટ્સએપ ગ્રૂપ ની સેવા ને સૌ એ ખૂબ વખાણી. જોબ અને લગ્ન સંબંધ ની માહિતી થી કેટલાય પરિવાર માં ખુશીઓ છવાઈ છે...એનો આનંદ જ અમને નવા કદમ ઉઠાવવા નું બળ આપે છે. હવે "સમાજ સેતુ" મોબાઈલ એપ્લિકેશન પણ દૂર દૂર અને વિદેશ વસતાં આપણાં પરિવારો વચ્ચે "સેતુ" બનશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે.
"સમાજ સેતુ" મોબાઈલ એપ્લિકેશન અનેક નવીન અને વધુ સર્વાંગી ઉચ્ચ સેવા પ્રદાન કરશે. જાહેરાત ની આવક થી વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર,વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર અને સમૂહલગ્ન માં દાન આપવામાં આવશે. ફક્ત ઓનલાઇન પેટીએમ દ્વારા જ આર્થિક વ્યવહાર થશે એને સૌ રોજ જોઈ શકશે જ એવી ખાસ એપ્લિકેશન માં વ્યવસ્થા રાખી છે. આર્થિક પારદર્શકતા નું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે."સમાજ સેતુ" ચોક્કસ "સંપર્ક સેતુ" પણ બનશે જ. સમાજ માં આત્મીયતા,ભાઈચારો અને સહકાર ની ઉમદા ભાવના સાથે "સૌ નો સાથ સૌ નો વિકાસ" થશે.
આપણે સામાજિક,આર્થિક અને રાજકીય વિકાસ ના શિખરો સર કરીશું. આવો આપણે સૌ હકારાત્મક અભિગમ થી સાથે મળી વિકાસ ની ઊંચી ઉડાન ભરીએ.